RSS

આપણો સાંસ્કૃતિક વારસો-2

01 એપ્રિલ

ભારતનો સમૃદ્વ વારસો

ભારતના સમૃદ્ધ વારસાના કારણો

ભારત અનેક ભૌતિક અને ભૌગોલીક વિશિષ્ટતાઓ ધરાવે છે.

પરસપર વારસાનુ આદાન પ્રદાન

અનેક પ્રજા ભારતમાં આવીને ભળી ગઇ છે

વારસો

વારસો એક બાજુ એ કોઇ એક સ્થાન, ક્ષેત્ર અથવા તો પ્રદેશ સાથે જોડાયેલો હોય છે.

વારસો બીજી તરફ એક કુંટુંબ, સમુદાય સાથે જોડાયેલો હોય છે. તે તેની એક વિશિષ્ટ ઓળખ પણ આપે છે.

વારસા ના પ્રકારો

(1 ) પ્રાકૃતિક વારસો

( 2)  સાંસ્કૃતિક વારસો

પ્રાકૃતિક વારસો  એટલે શું?

પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ

પ્રાકૃતિક વારસોમાં પર્વતો, વનો, રણો, નદીઓ, ઝરણા,સાગરો, ઋતુઓ,તરુઓ, વેલા-લતાઓ જીવજંતુંઓ  વગેરેનો સમાવેશ થાય છે.

નદી,પર્વતો, વૃક્ષો, પશુઓ વગેરે પ્રકૃતિના તત્વોને આપણે દૈવી  રૂપે સ્વીકારેલ છે.

નદીઓને આપણએ લોકમાતા તરીકે ઓળખીએ છીએ.

તુલસી,પીપળો,વડ વગેરેની આપણે પૂજા કરીએ છીએ.

કેટલાય પશુ- પક્ષીઓને દેવતાઓના વાહન તરીકે સ્વીકાર કર્યો  છે.

પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ઘાપૂર્વકનો રહ્યો છે.

આપણા  શાસ્ત્રીય અને લોકસંગીતને પ્રકૃતિ અને ઋતુઓ  સાથે ગાઢ સંબંઘ છે.

કેટલાય રાગો તો  દિવસના જુદા જુદા પ્રહરના આધારે છે.

આપણા ગીતો, કવિતાઓ  તહેવારો અને ચિત્રાકંનો પ્રકૃતિ પર જ આધારીત છે.

આયુર્વેદીક, યુનાની અને પ્રાકૃતિક ચિકિત્સા પધ્ધતી પ્રકૃતિ પર આધારીત છે.

આપણા પ્રકૃતિક વારસાના ઘડતરમાં ભૂમિર્દશ્યો, નદીઓ, વનસ્પતિઓ અને વન્યજીવોએ અગત્યનો ભાગભજવ્યો છે.

ભૂમિર્દશ્યો ભૂમિ- આકારોદ્વારા ભૂમિર્દશ્યોનું સર્જન થાય છે.

દા.ત. હિમાલય  ભારતની પ્રજાને નદીઓ ઝરણા, તરાઇના જંગલો ની ભેટ આપેલ છે.

આવા ભૂમિર્દશ્યો લોકોના જીવનના વિવિધ પાસાઓ પર ગાઢ અસર કરે છે,

દા.ત  વ્યવસાયો, રીવાજો, રહેણીકરણી વગેરે…

નદીઓ

ભારતમાં નદીઓ લોકમાતાઓ રહી છે.

ભારતની સંસ્કૃતિ સિંધુ અને રાવી નદી કિનારે પાંગરી હતી.

ગંગા,રાવી સિંધુ, નર્મદા, યમુના, સરસ્વતી વગેરે નદીઓ ની

પ્રગાઢ અસર લોકજીવનપર છે.

પીવા,વપરાશ અને સિંચાઇ માટેનું પાણી   –

નદી કિનારાની માટી નો વાસણો, મકાનો, લિંપણ વગેરેમાં ઉપયોગ કર્યો છે.

નદીએ કલાસૂઝ અને કૌશલ્ય વિકાસમાં ઘણો મોટો ફાળો આપ્યો છે.

vવનસ્પતિ

પ્રાચીન સમયથી ભારતના લોકો પર્યાવરણ પ્રેમી છે.

આપણા દેશમાં વડ,પીપળો, લીમડો, તુલસી વગેરેને પવિત્ર ગણવામાં આવે છે.

આંબળા, હરડે, બહેડા, કુંવરપાઠુ, તુલસી વગેરે આપણા ઔષધિય છોડ છે.

તુલસીના છોડની આપણે પૂજા કરીએ છીએ. અને વડસાવિત્રીનુ વ્રત કરીએ છીએ

વન્ય જીવન

આપણો દેશ પ્રાણીપ્રેમી અને પ્રકૃતિપ્રેમ ધરાવતો દેશ છે.

ભારતીય સંસ્કૃતિને પ્રાણીઓ વૈવિધય સભર બનાવે છે.

મૃત હાથીના દંતશૂળ અને વાધ- સિંહના ચામડા મૂલ્યવાન છે.

ભારતે રાષ્ટ્રચિહનમાં સિંહની આકૃતિ મૂકીને તેનું મુલ્ય પિછાણું છે.

ભારતે વન્ય જીવન માટે કાયદો કર્યો છે. તેમજ અભયારણ્યો પણ સર્જ્યા છે.

સાંસ્કૃતિક વારસો

માનવીએ પોતાની બુધ્ધિશક્તિ, આવડત, કલા- કૌશલ્ય દ્વારા જે કાંઇ સર્જ્યુ તેને સાંકૃતિક વારસો કહેવાય.

સાંસ્કૃતિક વારસો એટલે માનવસર્જિત વારસો.

ભારતે પ્રાચીન સમયથી વિશ્વને અનેક ભેટો ધરી છે.

ભારતમાં શિલ્પો  કંડારવાની કળા 5000 વર્ષો જુની છે.

જેના સાક્ષી સિંધુ ખીણના અવશેષો ગણી શકાય

દેવદેવીઓની આકૃતિઓ, પશુઓ, કેટલાક રમકડાઓ, દાઢીવાળા પુરૂષનુ શિલ્પ, નર્તકીની મૂર્તિઓ વગેરે ગણી શકાય.

મૌર્યયુગ દરમિયાનનું ઊંધા કમળની અકૃતિ ઉપર વૃષભ કે સિંહનું શિલ્પ

બુધ્ઘનું પ્રજ્ઞાપારમિતાનું શિલ્પ, સરનાથની  ધર્મચક્રવાળી ગૌતમ બુધ્ધની પ્રતિમા કે

જૈન તીર્થકરોની  પ્રતિમાંઓ અને ઇલોરાની ગુફાઓના શિલ્પો

આ બધા સાંસ્કૃતિક વારસાના મહતવના અંગો છે.

આપણા સાંસ્કૃતિક વારસામાં

રાજમહેલો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચૈત્યો, મંદિરો,

મસ્જિદો, મકબરાઓ, ગુંબજો, કિલ્લાઓ, દરવાજાઓ,

ઉત્ખન કરેલા સ્થળો, તેમજ ઐતિહાસિક સ્મારકો વગેરેનો સમાવેશ થાય છે.

ભારતીય સાંસ્કૃતિનું સાતત્ય જળવાયું છે?

કારણ કે આપણા સાંસ્કૃતિક વારસાને દરેક પેઢીએ સાચવ્યો છે.તેનું સંવર્ધન ર્ક્યું છે. તેથી

ભારતભૂમિ અને તેના લોકો

ભારતમાં વિશ્વની બધીજ જતીના લોકોના જાતિ તત્વો મળી આવે છે

ભારતની પ્રાચીન પ્રજા તરીકે દ્વ્રવિડોને ગણવામાં આવે છે.

પણ ભાષાશાસ્ત્રીઓ અને નૃવંશશસ્ત્રીઓના મતે દ્વ્રવિડો પહેલા છ(6) જાતિ ભારતમાં રહેતી હતી.

ભારતના ધડતરમાં આ બધી જ જાતિઓનો ફાળો રહેલો છે.

(1) નેગ્રીટો પ્રજા (હબસી) (નીગ્રો)

કેટલાક ઇતિહાસકારો નીગ્રો પ્રજાને ભારતના સૌથી પ્રચીન નિવાસી ગણે છે.

તે વર્ણે શ્યામ, 4 થી5 ફૂટ ઊંચા અને વાંકડિયા વાળ ધરાવે છે

(2) ઑસ્ટ્રેલૉઇડ (નિષાદ પ્રજા)

આ પ્રજા અગ્નિએશિયામાં થી આવેલી છે.

રંગે શ્યામ, લાંબું અને પહોળુ માથું, ચપટું નાક, ટૂંકુ કદ  એ એમની શારીરિક વિશેષતાઓ હતી.

ભારતમાં આર્યો ઑસ્ટ્રેલૉઇડપ્રજાને નિષાદ કહેતા

ભારતમાં નિષાદ જાતિના વિશેષ તત્વો

કોલ અને મુંડા જાતિમાં,

અસમની ખાસી જાતિમાં અને

નિકોબાર અને બ્રહ્મ દેશ ની જાતિઓમાં જોવા મળે છે.

ભારતિય સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં ઑસ્ટ્રેલૉઇડ પ્રજાનો ફાળો વિશેષ રહેલો છે.

તેઓ માટીના વાસણો બનાવવા, ખેતીકરવી, સુતરાઉ કાપડનું વણાટકામ કરવુ, જેવા કૌશલ્ય માટે જાણીતા હતા,

તેઓ ધાર્મિક માન્યતાઓ પણ ધરાવતા હતા.

v(3) દ્વવિડ

vઆર્યો પહેલા દ્વવિડ ભાષા બોલાતા દ્વવિડ લોકો વસતા હતા.

દ્વવિડલોકો પાષાણયુગની સંસ્કૃતિના સીધા વારસદાર છે. અને મોહેં- જો- દડોની સંસ્કૃતિના સર્જકો ગણાય છે.

vદ્વવિડોએ માતારૂપે દેવી અને પિતૃ રૂપ પરમાત્માનો વિચાર આપ્યો, આથી  પાર્વતી અને શિવનો ખ્યાલ વિકસ્યો.

vપ્રકૃતિની પૂજા અને પશુની પૂજા દ્વવિડોની ભેટ છે.

vધૂપ, દીપ અને આરતીથી પૂજા દ્વવિડોની ભેટ છે.

vઇંટોના મકાનો બાંધી નગર-સભ્યતા વિકસાવનારા દ્વવિડો હતા.

vદ્વવિડોએ આકાશી ગ્રહો, હોડીઓ, તરાપા, કાંતવું, રંગવું વગેરે કલાઓનો વિકાસ કર્યો હતો

vતીર, ભાલા, તલવાર એમના શસ્ત્રો હતા,

v ખેતી અને કાપડ વણટના ઓજારોથી તે પરિચીત હતા.

vઆર્યોના પ્રભુત્વબાદ તેવો દક્ષિણ તરફ ખસતા ગયા અને ત્યાં સ્થિર થયા.

vઆજે દ્વવિડ કુળની ભાષાઓ  તેલુગી, કન્નડ અને મલયાલમ ભાષા બોલત લોકો દક્ષિણ ભારતમાં જોવા મળે છે.

(4) અન્ય પ્રજાઓ

અલ્પાઇન, ડિનારિકા અને આર્મેનોઇડ આ ત્રણે જતિના ભૌતિક ગુણધર્મો સમાન છે.

આ પ્રજાના અંશો ગુજરતમ સૌરાષ્ટ્ર, માહારાષ્ટ્ર, પ.બંગાળા, ઓરિસ્સા  વગેરેમાં જોવા મળે છે.

મોંગોલોઇડ (કિરાત)

મોંગોલોઇડલોકો નાં શારીરિક લક્ષણો – પીળા વર્ણ, ચપટો ચહેરો, ઉપસેલા ગાલ, બદામી આકરની  આંખો વગેરે હતા.

(5) આર્યો  (નોર્ડિક)

vઆર્યો સમકાલીન પ્રજા કરતા વિકસીત પ્રજાહ હતી

vઆર્યો પ્રકૃતિપ્રેમી પ્રજા હતી

vઆર્યો વૃક્ષો, નદીઓ, પહાડો, સૂર્ય, વાયુ, વરસાદ વગેરેની પૂજા- અરાધાના કરતા હતા.

vતેમને સ્તુતિ (ઋચા) ની રચના કરી હતી

vતેમાંથી ધાર્મિક વિધિઓ ઉદભવી અને પછી યજ્ઞયાગાદિ ક્રિયાઓ ભારતમાં શરૂ થઇ હતી

vઆમ ભારતમાં સમનવ્ય કારી સંસ્કૃતિનુ સર્જન થયું

vભારતમાં આર્યસભ્યતાના સર્જક આર્યો હતા

vઆર્યોએ  ભારતમાં આવેલ વિવિધ પ્રજાના વિશિષ્ટ સાંસ્કૃતિક તત્વો  અપનાવિને  સમન્વય કારી ભારતિય સંસ્કૃતિનું  સર્જન કર્યુ.

vઆ બધી જાતિ વચ્ચે લગ્નસંબંધો દ્વારા પ્રજાઓનું સંમિશ્રણ થતુગયુ

vઆ બધાની એક વિશિષ્ટ રહેણી કરણી અનેક ભાષાઓ, વિચારો, ધર્મિક મન્યતાઓ, વગેરેનો સમનવ્ય થતો ગયો.

v આ સમનવ્ય કારી સંસ્કૃતિના આકર્ષણ કારણે વિદેશી પ્રજાઓ ભારત તરફ ઉતરી આવી.

vઇ.પૂ. બીજી સદીની શરૂઆત થી વિદેશી પ્રજાના આગમનનો એક નવો યુગ શરૂ થયો

vસિકંદરની ભારત પરની ચડાઇથી ગ્રીકો ભારતમા આવ્યા.

vપછી શકો, કુષાણ, પહલવો, હૂણો વગેરે પ્રજા આવી

vઅહીંની પ્રજાઓ સાથે લગ્નસંબંધો, કૌટુંબીક સંબંધો અને સામાજીક- આર્થિક સંબંધો પરસ્પર બંધાતા તેઓ ભારતિય બની ગયા.

vદા.ત. મિનેન્ડર નામનો ગ્રીક રાજવી મિલિન્દ તરીકે ઓળખાયો

વિદેશીઓના ભારતિય કરણમાં  ધર્મે મહત્વનો ભાગ ભવ્યો છે.

vદા.ત. કુષાણ રાજવી સમ્રાટ કનિષ્ક પ્રથમે બૌધ્ધ ધર્મ અપનાવિ તેનો પ્રચાર કર્યો.

vભારતિય સંસ્કૃતિ ભાતીગળ બની

v વિદેશી પ્રજાઓએ માત્ર ધર્મ જ નહી પણ રીત-રીવાજો, ભાષાઓ, ભારતીય નામો. અપનાવિલીધા આમ ભારતિય સંસ્કૃતિ ભાતીગળ બની.

સાંસ્કૃતિક વારસાનું મહત્વ

vસંસ્કૃતિ એટલે આપણી પાસે જે  કાંઇ છે તે.

vસભ્યતા એટલે આપણે જે કાંઇ છીએ તે

વારસો એટલે શું?

સંસ્કૃતિની વિભિન્ન બાબતો એક પેઢી પોતાની અનુગામી પેઢીને વારસામાં આપતી જાય છે. તે પેઢી તેમાં પોતે શીખેલ બાબતોનો ઉમેરો કરી તેની અનુગામી પેઢીને આપે તે પેઢી તેમાં વિવિધ બાબતોનો ઉમેરોકરીને તેની અનુગામી પેઢીને આપે તે વારસો

માનવસમાજનું અસ્તિતવ અને સાતત્ય પણ આ સંસ્કૃતિને આભારી છે.

માનવીના સામાજિક, આર્થિક, ધાર્મિક, સાંસ્કૃતિક જીવનનાં વિભિન્ન પાસાઓ ઉપર સંસ્કૃતિની ઘેરી અસર પડે છે.

વ્યક્તિના આહાર, પોશાક વસવાટ, કૌટુંબિક જીવન અને તેની  અભિવ્યક્તિની રીતો, મનોરંજન મેળવવા ની રીતો, બોલવાની ઢબ, અર્થ ઉપાર્જનની રીતો વગેરે સંસ્કૃતિ દ્વારા નક્કી થાય છે.

ભારતીય સાંસ્કૃતિક વારસામાં કઇકઇ બાબતોનો સમાવેશ થાય છે?

પ્રકૃતિક વારસામાં

પર્વતો, સાગરો, સરિતાઓ, તળાવો, સરોવરો, જંગલો વગેરેનો સમાવેશ થાય છે.

સાંસ્કૃતિકવારસામાં

v    રાજમહેલો, ઇમરતો, શિલાલેખો, સ્તુપો, વિહારો, ચૈત્યો, મંદિરો, મસ્જિદો, મકબરા, ગુંબજો, કિલ્લાઓ, દરવાજાઓ, પૌરાણિક અને ઉત્ખનન કરેલ સ્થળો, ઐતિહાસિક સ્થળો વગેરેનો સમાવેશ થાય છે.

આપણા વારસાનું જતન અને સંરક્ષણ

આપણા રાજ્યબંધારણની કલમ- 51 (ક) માં ભરતના નાગરિકની જે મૂળભૂત ફરજો દર્શાવી છે. તેમાં પણ (છ) (જ) અને (ટ) અર્થાત (6), (7) અને (9) માં દર્શાવ્યા મૂજબ

આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ઘ વારસાનું મૂલ્ય સમજી તેની  જાળવણી કરવાની

જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુ-પક્ષિઓ સહિત પર્યાવરણનુ જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને સર્વજીવો પ્રત્યે અનુંકંપા રાખવાની

જાહેર મિલકતોનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ભારતના પ્રત્યેક નાગરિકની પવિત્ર અને પ્રાથમિક ફરજ કઇ?

આપણા પણાં પ્રાચીન સ્મારકો, ઐતિહાસિક મૂલ્ય ધરાવતા સ્થળો વગેરેને કોઇ નુકસા ન પહોંચાડે અને તેનું જતન કરે તે છે.

Advertisements
 
Leave a comment

Posted by on એપ્રિલ 1, 2011 in પ્રકરણ

 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

 
%d bloggers like this: